સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ ગરમીનું જોર રહ્યા બાદ ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે..
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ ગરમીનું જોર રહ્યા બાદ ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે. માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં અનેક વખત બદલાવ આવ્યો છે. જેના કારણે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણેક દિવસ મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો આવ્યો છે. અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ 36.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

