Saurashtra Satya
રમતો

 IPLમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યુ.

આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું.આજે, RCB એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

 

આઇપીએલ ટી-20 ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાનની ટીમ 19.2 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અગાઉ, બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 53 બોલમાં 82 રન બનાવ્યા હતા જ્યારે પ્રસિધ ક્રિષ્નાએ ત્રણ વિકેટ ઝડપી હતી. સુદર્શનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.આ સાથે ગુજરાત સતત ચોથી જીત સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન સાતમા સ્થાને રહ્યું છે.

આજે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી તમામ મેચો જીત્યું છે, જ્યારે આરસીબી ઘરઆંગણે એક પણ મેચ જીત્યું નથી

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More