કરુણા મંદિર ખાતે 30 લાખના ખર્ચે રાજ્યનું સૌ પ્રથમ CNG સ્મશાન ગૃહ બનશે
મૃત્યુ એ પરમ સત્ય છે, પરંતુ મનુષ્યોને મૃત્યુ બાદ યોગ્ય રીતે અંતિમ વિધિ માટે સ્મશાનગૃહની સુવિધા મળે છે. નિર્દોષ પ્રાણીઓ, ખાસ કરીને શ્વાન, ઘણીવાર યોગ્ય અંતિમ સંસ્કારથી વંચિત રહે છે. આવી સ્થિતિને બદલવા માટે ગુજરાતમાં પ્રથમ વખત એક અનોખું પગલું ભરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં દેશનું પ્રથમ CNG આધારિત ડોગ સ્મશાનગૃહ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પહેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવી છે, જેનો ઉદ્દેશ શહેરના મૃત શ્વાનોના અંતિમ સંસ્કારને સન્માનજનક રીતે કરવાનો છે. જેના માટે રિહેબ સેન્ટર કાર્યરત છે.
આ સ્મશાનગૃહમાં અત્યાધુનિક CNG ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવશે
આ પ્રોજેક્ટ પર અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે
જે એક સમયે બે શ્વાનોની અંતિમ વિધિ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ ભઠ્ઠીની ક્ષમતા 80 કિલોની
જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ સ્મશાનગૃહનો હેતુ માત્ર શેરી શ્વાનોના અંતિમ સંસ્કાર પૂરો પાડવાનો નથી, પરંતુ પાળેલા શ્વાનોના માલિકોને પણ તેમના પાલતુની અંતિમ વિધિ સન્માનજનક રીતે કરવાની તક આપવાનો છે.
આ માટે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આગામી ત્રણ મહિનાની અંદર સીએનજી સ્મશાનગૃહ તૈયાર કરવામાં આવશે.

