ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં સાત લોકોએ એક કોલેજ સ્ટુડન્ટને તેના ન્યૂડ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી અને લગભગ 16 મહિના સુધી તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો. પોલીસે જણાવ્યું કે છ આરોપીઓમાંથી એકે પહેલા 20 વર્ષની પીડિતા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. તેણે જણાવ્યું કે 2023માં યુવતીએ પાલનપુરની એક કોલેજમાં જવાનું શરૂ કર્યું, તે દરમિયાન તેની ઈન્સ્ટાગ્રામ પર એક આરોપી સાથે મિત્રતા થઈ.

