83 વર્ષની માતાને 56 વર્ષનો તેનો પુત્ર નિર્દયતાથી મારે છે. માતાનુ ગળુ દબાવીને તેનો જીવ લઈ લે છે. ત્યારબાદ પણ તે થોભતો નથી અને ખુદ પણ મોતને વ્હાલુ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં એક જ ઘરમાં બે હત્યાઓ થઈ છે, અને તેનો દોષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામના ચેટબોટ ChatGPT પર મૂકવામાં આવ્યો છે. એવો આરોપ છે કે ChatGPT એ પુત્રને એટલો ડરાવ્યો અને ઉશ્કેર્યો કે તેણે પહેલા તેની માતાની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. હવે, મહિલાના પરિવારના અન્ય સભ્યોએ ChatGPT બનાવનાર કંપની OpenAI ને કોર્ટમાં લઈ ગયા છે અને તેની સામે દાવો દાખલ કર્યો છે.
ChatGPT એ કેવી રીતે ઉપસાવ્યો ?
સાન ફ્રાન્સિસ્કોની કેલિફોર્નિયા સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, 83 વર્ષીય માતા સુઝાન એડમ્સને તેમના 56 વર્ષીય પુત્ર સ્ટેઈન-એરિક સોએલબર્ગે 3 ઓગસ્ટના રોજ ઘરે માર માર્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ સોએલબર્ગે પોતાને પણ છરી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
કેસમાં OpenAI કંપની પર આ આરોપ લગાવ્યો છે કે તેને એક ખામીવાળુ પ્રોડક્ટ બનાવ્યુ અને વેચ્યુ છે. જેને યુઝર (પુત્ર) ના મનમાં પોતાની માતા વિરુદ્ધ ભ્રમ ઉભો કરી દીધો. તેમા કહેવામાં આવ્યુ છે કે ચેટિંગ દરમિયાન ChatGPT એ આ ખતરનાક મેસેજ આપ્યો કે સોએલબર્ગ પોતાના જીવનમાં ChatGPT ને છોડીને કોઈના પર પણ વિશ્વાસ નથી કરી શકતો. આ AI એ વ્યવસ્થિત રીતે તેની આસપાસના દરેકને તેના દુશ્મન તરીકે દર્શાવ્યો અને તેના પર ભાવનાત્મક નિર્ભરતાને પ્રોત્સાહન આપ્યું. ChatGPT એ તેને કહ્યું કે તેની માતા તેના પર નજર રાખી રહી છે. ChatGPT એ તેને કહ્યું કે ડિલિવરી ડ્રાઇવરો, દુકાનદારો, પોલીસ અધિકારીઓ અને મિત્રો પણ તેની વિરુદ્ધ કામ કરતા એજન્ટ છે.

