Saurashtra Satya
રમતો

IPLમાં ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું

IPLમાં ગઈકાલે, મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું.163 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવર અને એક બોલમાં છ વિકેટે 166 રન બનાવ્યા.

 

IPLમાં ગઈકાલે, મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 163 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવર અને એક બોલમાં છ વિકેટે 166 રન બનાવ્યા. વિલ જેક્સે 36 જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 9 બોલમાં 21 રન બનાવ્યા. વિલ જેક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.અગાઉ પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે 162 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More