JEE મુખ્યના બીજા સત્રનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું. NTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પરિણામ JEE મેઇન વેબસાઇટ – jeemain.nta.nic.in પર ઉપલબ્ધ કરવામાં આવ્યું.
આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા-JEE મુખ્યના બીજા સત્રનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પરિણામ JEE મેઇન વેબસાઇટ – jeemain.nta.nic.in પર ઉપલબ્ધ થયું. તેમજ તેમાં કટઓફ માર્ક્સ પણ દર્શાવવામાં આવ્યા. આ પરીક્ષા 2થી 9 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી.
JEE મુખ્ય પરીક્ષા બે તબક્કામાં, જાન્યુઆરી અને એપ્રિલમાં લેવામાં આવી હતી. જો કોઈ ઉમેદવારે બંને સત્રોમાં પરીક્ષા આપી હોય, તો તેને જે સત્રમાં વધુ ગુણ મળ્યા છે તેના આધારે મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે.

