Saurashtra Satya
ગુજરાત

આજે વિશ્વ ક્ષય રોગ દિવસ

આજે વિશ્વ ક્ષય રોગ દિવસ છે, જે દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ ટીબી (ક્ષય રોગ) વિશે જાગૃતિ ફેલાવવી અને વૈશ્વિક સ્તરે આ રોગના નિમિત્તે લેવાતાં પ્રયત્નોને ઉત્તેજના આપવી છે. 1882માં ડૉ. રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી, જેના કારણે આ દિવસ ડૉ. કોચની ઉજવણી તરીકે પણ મનાવવામાં આવે છે.

આજે વિશ્વ ક્ષય રોગ દિવસ છે. ક્ષય રોગ -TBના વિનાશક આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયત્નોને વેગ આપવા માટે દર વર્ષે 24 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

1882માં ડૉક્ટર રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. ડોક્ટર કોચની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે 24મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ છે “હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએઃ પ્રતિબદ્ધ થવું, રોકાણ અને પરિણામલક્ષી પ્રયાસ,”

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્ષય નાબૂદી માટે દર્દીઓને મફત દવાઓ, નિદાન, નિક્ષય પોષણ યોજના હેઠળ દર્દીને પ્રતિ માસ એક હજાર રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત, 100 દિવસનો ક્ષય નાબૂદી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2024નાં અહેવાલ પ્રમાણે ભારતમાં ટીબીનાં દરમાં 17.7 ટકાનો ઘટાડો થયો છે. કેસોની સંખ્યા 2015માં પ્રતિ લાખ 237થી ઘટીને 2023માં 95 થઈ છે. નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95 ટકા હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે.

વર્ષ 2024માં રાજ્યને અપાયેલા એક લાખ 45 હજાર ટીબી દર્દીઓની ઓળખના લક્ષ્યાંક સામે રાજ્યમાં એક લાખ 37 હજાર 929 ટીબી દર્દીઓની નોંધણી કરાઇ હતી. જેમની સારવાર પૂર્ણ થવાનો દર 90 ટકા નોંધાયો હતો. વર્ષ 2024માં ટીબીના એક લાખ 18 હજાર 984 દર્દીઓને 43 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે. રાજ્યમાં 10 હજારથી વધુ નિક્ષય મિત્રોના સહયોગથી 3 લાખ 49 હજાર પોષણ કિટનું વિતરણ કરાયું છે. આ સાથે 100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 35 લાખ 75 હજાર લોકોનું ટીબી પરીક્ષણ કરી સારવાર શરૂ કરાઇ છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More