આજથી ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે કચ્છના પ્રવાસીઓની વર્ષો જૂની માંગણી ને ધ્યાને લઈ ને પશ્ચિમ રેલવે ભુજ રાજકોટ ભુજ વચ્ચે દૈનિક ધોરણે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની શરૂ કરી છે આ ટ્રેન ભુજથી સવારે 6 50 કલાકે ઉપડીને 1:35 કલાકે રાજકોટ પહોંચશે.
ભુજથી સવારે 6 50 કલાકે ઉપડીને 1:35 કલાકે રાજકોટ પહોંચશે.
વળતી ટ્રીપમાં ટ્રેન રાજકોટ થી બપોરે અઢી વાગે ઉપડીને રાત્રે 9:40 કલાકે ભુજ પહોંચશે.
હાલમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ માસ માટે આ ટ્રેનને દોડાવવાનું નિર્ણય કર્યો છે આ ટ્રેન ને ગાંધીધામ બચાવ સામખીયાળી માળીયા મોરબી ખાતે સ્ટોપ કરશે 22 વર્ષ બાદ કચ્છ સૌરાષ્ટ્ર ને જોડતી ટ્રેન સેવા ચાલુ કરવામાં આવતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો આજથી પ્રારંભ થયેલ ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન ભુજ રેલવે સ્ટેશનથી 6 50 મિનિટે ઉપડીને રાજકોટ માટે રવાના થઈ હતી
સૌરાષ્ટ્ર અને કચ્છ સામાજિક અને ધાર્મિક રીતે જોડાયેલું છે આગામી દિવસોમાં આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠી છે કચ્છ રાજકોટ ને જોડતી આ ટ્રેન મુસાફરો માટે તથા વેપારીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

