Saurashtra Satya
રમતો

તેને કેમ ન લેવામાં આવ્યો એ મારી સમજની બહાર છે, સિરાજના સમર્થનમાં ઉતર્યા સુનીલ ગાવસ્કર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણીના સમાપન પછી, બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે, જેની પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ માટે સૌથી વધુ ધ્યાન ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર કેન્દ્રિત હતું, જેમાં ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજનું નામ સામેલ નહોતું. ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન શુભમન ગિલના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનો પણ સમાવેશ થાય છે, જેમણે સિરાજને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.

સિરાજે તમારે માટે વિદેશી પરિસ્થિતિઓમાં ઘણુ સારુ પ્રદર્શન કર્યુ

વેલિંગ્ટન ટેસ્ટમાંથી મોહમ્મદ સિરાજને બાકાત રાખવાના નિર્ણય અંગે બ્રોડકાસ્ટર સોની સ્પોર્ટ્સ પર વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે સિરાજે ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે પૂરતું સારું પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને વિદેશી પરિસ્થિતિઓમાં તેના પ્રદર્શનને ધ્યાનમાં લેતા. મેનેજમેન્ટે એવા બોલરને કેમ બહાર રાખ્યો જેણે દેશ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે? જ્યારે તેને ટેસ્ટ ટીમમાં શરૂઆતમાં સામેલ કરવામાં આવ્યો ન હતો ત્યારે કેટલાક સંકેતો હતા. મેં વિચાર્યું હતું કે જ્યારે તેણે તેની છેલ્લી વનડે રમી હતી, ત્યારે તેને ટેસ્ટ ટીમમાં પણ તક મળશે. પરંતુ આ ખરેખર આશ્ચર્યજનક છે. મને નથી લાગતું કે તેણે દેશ માટે રમતી વખતે ક્યારેય નિરાશ કર્યો છે. તેણે ક્યારેય નિરાશ નથી કર્યો.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More