Saurashtra Satya
ગુજરાત

ગુજરાત નાણાં પંચમાં 3 નવા સભ્યની નિમણૂક

આ પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના શ્રી જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના શ્રી સુનીલ સોલંકી અને ભાવનગરના શ્રી અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે

આ પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના શ્રી જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના શ્રી સુનીલ સોલંકી અને ભાવનગરના શ્રી અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.

આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે શ્રી બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે.

નાણાં પંચના અધ્યક્ષશ્રી સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે.

રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષશ્રીની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More