વાંકાનેર પંથકમાં જાલીડા ગામ નજીક હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું. વનવિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પી.એમ રિપોર્ટ બાદ ફરિયાદ નોંધાશે.
મોરબીના વાંકાનેર પંથકમાં અવારનવાર દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ ગઈ રાત્રીના અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાનું મોત નિપજ્ય હતું. જેથી વન વિભાગની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક હાઈવે પર અજાણ્યા વાહન હડફેટે દીપડાનું મોત થયું હતું જે બનાવની જાણ થતા વનવિભાગની ટીમ દોડી ગઈ હતી RFO પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા દીપડાનું ગંભીર ઈજાને પગલે મોત થયું છે અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો છે. પી.એમ રીપોર્ટ આવ્યા બાદ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.

