અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે એક જાહેરાત પણ કરી છે. ટ્રમ્પ કહે છે કે ઈરાન અમેરિકાને 440 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ સોંપવા તૈયાર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે એક મોટો કરાર થવાનો છે. ઈરાન બધી શરતો સ્વીકારવા તૈયાર છે. જો આ વખતે કોઈ કરાર થશે, તો હું વ્યક્તિગત રીતે ઈસ્લામાબાદ જઈશ. ત્યાં હું ઈરાની નેતાઓ સાથે મુલાકાત કરીશ અને યુરેનિયમ અંગે આગળની કાર્યવાહીની યોજના બનાવીશ.
વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ઈરાન શરતો સ્વીકારવા અને તેના સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને સોંપવા માટે તૈયાર છે, જેનો અર્થ એ છે કે ઈરાન અને અમેરિકા 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની નજીક છે. આ સંઘર્ષ છ અઠવાડિયાથી ચાલી રહ્યો છે, અને માત્ર બંને પક્ષોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને નુકસાન થયું છે. પરંતુ આ નુકસાનનું પરિણામ એ આવ્યું છે કે આજે એક ખતરનાક દેશ અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારવા તૈયાર છે.

