Saurashtra Satya
ગુજરાત

નર્મદા: હેલ્મેટ વિનાના બાઇક સવારો સામે પોલીસની કડક કાર્યવાહી

અત્યાર સુધીમાં જિલ્લામાં 2000થી વધુ વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. નર્મદા પોલીસે લોકોને અપીલ કરી છે કે, “પોતાના જીવની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો, જેથી અકસ્માતના કિસ્સામાં ગંભીર ઈજાઓથી બચી શકા

નર્મદા જિલ્લામાં હેલ્મેટ વિના બેફામ રીતે બાઇક હંકારતા ચાલકોને કારણે અકસ્માતો અને મોતની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા પોલીસે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં હેલ્મેટ ન પહેરવાને કારણે બાઇક અકસ્માતમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ સામે આવતાં પોલીસ એક્શનમાં આવી છે.

આ અંગે નર્મદા જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કર્યું છે. આ ડ્રાઇવમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા નાયબ પોલીસ વડા વી. આર. ચંદને જણાવ્યું કે, “અત્યાર સુધીમાં જિલ્લામાં 2000થી વધુ વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોકોને ‘હેલ્મેટ પહેરો અને જીવ બચાવો’ની સમજણ પણ આપવામાં આવી રહી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત બને”

પોલીસની આ કાર્યવાહીનો હેતુ લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો અને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે. જોકે, આ ડ્રાઇવને લઈને લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો પોલીસની કાર્યવાહીથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક હેલ્મેટ ન પહેરીને આવતાં પોલીસને ચકમો આપીને ભાગી જવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા છે.

જિલ્લામાં વધતા અકસ્માતોના આંકડાઓએ પોલીસને આ કડક પગલાં લેવા મજબૂર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ડ્રાઇવ દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને તેઓ હેલ્મેટ પહેરવાનું શરૂ કરે તેવી આશા છે. જોકે, આ પહેલથી લોકોની આદતોમાં કેટલો સુધારો આવે છે કે કેમ તે આગામી દિવસોમાં જોવા મળશે.

નર્મદા પોલીસે લોકોને અપીલ કરી છે કે, “પોતાના જીવની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો, જેથી અકસ્માતના કિસ્સામાં ગંભીર ઈજાઓથી બચી શકાય”

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More