Saurashtra Satya
વિશેષ

આજે વિશ્વ જળ દિવસ: ‘ગ્લેશિયર સંરક્ષણ’ વિષય પર જાગૃતિ

22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે મીઠા પાણીના મહત્વ અને જળ સંશાધનોની યોગ્ય વ્યવસ્થાની જાગૃતિ માટે ઉજવાય છે. આ વર્ષની થીમ ‘ગ્લેશિયર સંરક્ષણ’ છે, જે ગ્લેશિયરની ભૂમિકા અને આબોહવા સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાત પર ભાર નાખે છે. 2.2 અબજ લોકો આજે સ્વચ્છ પાણીથી વંચિત છે.

આજે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ મીઠા પાણીના મહત્વ અને જળ સંશાધનોની યોગ્ય વ્યવસ્થા અંગે જાગૃતિ વધારવા ઉજવાય છે. કાર્યક્રમનો ઉદ્દેશ વિશ્વભરમાં જળસંકટને પહોંચી વળવા જાગૃતિ વધારવી અને કાર્યવાહીને પ્રેરિત કરવાનો છે. તેનો ઉદ્દેશ વર્ષ 2030 સુધી દરેક માટે પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે.

આ વર્ષનો વિષય ‘ગ્લેશિયર સંરક્ષણ’ છે. આ વૈશ્વિક મીઠા પાણીના પૂરવઠાને જાળવી રાખવામાં ગ્લેશિયરની મહત્વની ભૂમિકા અને આબોહવા સંરક્ષણ ઉપાયોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર આપે છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પરના સંમેલનમાં વિશ્વ જળ દિવસની જાહેરાત કરી હતી.

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More