સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી
આજે આખા દેશમાં બંધારણના નિર્માતા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે આખા દેશમાં બંધારણના નિર્માતા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અવસરે નવી દિલ્લીમાં સંસદ ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો સંસદ સંકુલમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિશેષ ગીતો દ્વારા પણ બાબાસાહેબને અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડો. ભીમરાવ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા. વર્ષ ૧૯૯૦ માં તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરતાં સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે તમામ દેશવાસીઓ તરફથી બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને કોટિ કોટિ નમન .. આ તેમની જ પ્રેરણા છે કે, દેશ આજે સામાજિક ન્યાયના સપના સાકાર કરવા સમર્પિત ભાવથી જોડાયા છે..

