Saurashtra Satya
ભારત

સૌથી ઊંચા સ્ટેચ્યુ પછી હવે ગુજરાતમા 129 કરોડના ખર્ચે બનસે લોટસ પાર્ક, જુઓ પહેલી ઝલક

ગુજરાતમાં 182 ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને હવે બની રહેલા લુલુ મૉલ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદમાં એક ભવ્ય ‘લોટસ પાર્ક’ બનાવવામાં આવશે. આ પાર્ક એટલો વિશાળ અને સુંદર હશે કે તે દિલ્હીના પ્રખ્યાત લોટસ ટેમ્પલ કરતા પણ વધુ આકર્ષક બની રહેશે તેવી અપેક્ષા છે.

પ્રોજેક્ટનો ખર્ચ અને હેતુ

હેરિટેજ સિટી અમદાવાદને નવા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાની ઝુંબેશ હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. 128.8 કરોડ  ના ખર્ચે આ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વારસા અને આસપાસના વિસ્તારોની સુંદરતા વધારવાનો છે, જેથી તે નાગરિકો અને પ્રવાસીઓ માટે મનોરંજન અને આકર્ષણનું નવું કેન્દ્ર બની શકે.

લોટસ પાર્કનું સ્થળ અને ડિઝાઇન

શરૂઆતમાં આ પાર્ક એસ.જી. હાઇવે પર ગોતા વોર્ડમાં બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે તેને દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડના શેલામાં આવેલા ધતલા તળાવ પર બનાવવામાં આવશે. આ પાર્ક 12,445  ચોરસ મીટરના વિશાળ પ્લોટ પર આકાર પામશે. તેની ડિઝાઇન સંપૂર્ણપણે કમળના ફૂલના આકારની હશે, જે તેને એક અનોખો અને ભવ્ય દેખાવ પ્રદાન કરશે.

ફ્લોરલ મ્યુઝિયમ અને અન્ય સુવિધાઓ

આ લોટસ પાર્કની સૌથી મોટી વિશેષતા તેમાં બનનારું ‘ફ્લોરલ મ્યુઝિયમ’ હશે. અહીં ભારતના દરેક રાજ્યના વિશિષ્ટ ફૂલોને એક જ જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવશે, જ્યાં દરેક વિભાગ જે-તે રાજ્યની ફૂલોની ઓળખ દર્શાવશે. આ ઉપરાંત, વિવિધ દેશોના ફૂલો પણ અહીં જોવા મળશે. સાબરમતી નદી પર બનેલા આકર્ષક અટલ બ્રિજની જેમ જ, આ લોટસ પાર્ક પણ પૂર્ણ થયા બાદ અમદાવાદની એક નવી ઓળખ અને સીમાચિહ્ન બની રહેશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More