Saurashtra Satya
વિશેષ

ગીર સોમનાથ: સાંગોદ્રા ગીર ગામ નજીકથી એક રિસોર્ટમાં ચાલતું જુગાર ધામ ઝડપાયું

 

ગીર સોમનાથ એલ.સી.બી.પોલીસે અચાનક દરોડો પાડીને 55 જુગારીઓને ઝડપ્યા હતા. 2 કરોડ 34 લાખના મુદ્દામાલ સાથે જુગારીઓની અટકાયત

ગીર સોમનાથનાં તાલાળા તાલુકાનાં સાંગોદ્રા ગીર ગામ નજીકથી એક રિસોર્ટમાં ચાલતું જુગાર ધામ ઝડપાયું છે. ગીર સોમનાથ એલ.સી.બી.પોલીસે અચાનક દરોડો પાડીને 55 જુગારીઓને ઝડપ્યા હતા. 2 કરોડ 34 લાખના મુદ્દામાલ સાથે જુગારીઓની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જુગાર ખાનામાંથી દારૂ ભરેલી 4 બોટલ મળી આવતા હતા. પ્રોહીબિશનનો કેસ પણ દાખલ કર્યો છે. ધ પ્રીમિયર રિસોર્ટના માલિક અજય ભરાડ સામે ,, જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો દાખલ કરી અટકાયત કરી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More