Saurashtra Satya
સૌરાષ્ટ્ર કચ્છ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 2025-26 નું બજેટ રજૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું. બજેટમાં પ્રધાનમંત્રી મહિલા સમૃધ્ધિ યોજના માટે 5100 કરોડ, અટલ કેન્ટિન માટે 100 કરોડ, અને યમુના સફાઈ માટે 500 કરોડ રૂપિયા જોગવાઈ કરવામાં આવી છે. તેમણે આપ સરકાર પર દિલ્હીને બેહાલ કરવાનો આરોપ પણ લગાવ્યો.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજધાનીમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. વિધાનસભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું.

તેમણે કહ્યું કે, આ બજેટ ફક્ત સરકારી ખર્ચની રજૂઆત નથી પરંતુ શહેરના ભાગ્યમાં પરિવર્તન લાવવા અને દિલ્હીના માર્ગો પર વિકાસ દેખાય તેવુ બજેટ છે. આ બજેટમાં પ્રધાનમંત્રી મહિલા સમૃધ્ધિ યોજના અંતર્ગત પાંચ હજાર એક સો કરોડ રૂપિયા, અટલ કેન્ટિન યોજના માટે સો કરોડ રૂપિયાની અને યમુના સફાઇ માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે દિલ્હીના નાગરિકોને આયુષ્યમાન યોજનાનો પણ લાભ મળશે. મુખ્યમંત્રીએ દિલ્હીની આપ સરકાર ઉપર દિલ્હીને બેહાલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

 

 

 

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More