Saurashtra Satya
ગુજરાત

પંચમહાલના ગોધરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

ગોધરા ખાતે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

ગોધરા શહેરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિને લઈને રાજ્યના શિક્ષણમંત્રીને હસ્તે રિનોવેટ કરાયેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર ડૉ બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ સર્કલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, જેનું આજે રાજ્યના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બંધારણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે બાદ ડૉ કુબેર ડિંડોરના હસ્તે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરીને પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ શિક્ષણમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બંધારણે આપેલ હકો અને અધિકારીના માધ્યમથી આજે મને પણ એનો લાભ મળ્યો છે, આજે હું લોકશાહીના બંધારણ પ્રમાણે જનપ્રતિનિધિ બનીને આજે સરકારમાં છું, તેમનો હું સદાય ઋણી છું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગોધરા ધારાસભ્ય, મોરવા હડફ ધારાસભ્ય અને ગોધરા પાલિકા પ્રમુખ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિને લઈને વિશાળ બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More