Saurashtra Satya
ભારત

વહાલી દીકરી યોજના: દીકરીઓની શિક્ષણ અને વૃદ્ધિ માટે સહાય

રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને શિક્ષણ, જન્મ પ્રમાણ વધારવા અને બાળ લગ્ન અટકાવવા માટે ₹1,10,000 સહાય આપવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં 7,893 દીકરીઓએ લાભ લીધો છે

રાજ્ય સરકાર દ્વારા દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, મહિલા સશક્તિકરણ અને બાળ લગ્ન અટકાવવા જેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000, નવમા ધોરણમાં પ્રવેશ વખતે બીજા હપ્તા રૂપે ₹6,000 અને 18 વર્ષની ઉંમર થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખ મળીને કુલ રૂપિયા 1,10,000 સહાય મળવાપાત્ર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ 2019 બાદ જન્મેલી અને લાભ મેળવેલ દીકરીઓની સંખ્યા 7,893 છે. વર્ષ 2024- 25 માં 1,554 દીકરીઓની અરજી મંજૂર થઈ છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More