Saurashtra Satya
ભારત

 નાગરિકોને સરકારની સાથે પર્યાવરણને બચાવવા કામ કરવા અપીલ

રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળૂભાઈ બેરાએ નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની અપીલ કરી છે.

રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળૂભાઈ બેરાએ નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે પ્રકૃતિપ્રેમીઓને ક્લાઈમૅટ ચૅન્જ પુરસ્કારથી સન્માનિત કરતા સમયે શ્રી બેરાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે પુરસ્કાર વિજેતાઓને પર્યાવરણની જાળવણી અંગે બીજાને પ્રેરિત કરવા પણ જણાવ્યુ હતું.

 

શ્રી બેરાએ કહ્યું, આબોહવાને સુધારવા ગુજરાત અનેક પ્રયાસ અને વિવિધ પહેલ દ્વારા સક્રિય યોગદાન આપી રહ્યું છે. તેમાંથી ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ 2030માં પુનઃપ્રાપ્ય ઊર્જાથી 50 ટકા વીજ ઉત્પાદન ગુજરાત કરશે અને ગુજરાતે વર્ષ- 2024માં 4.5 ગીગાવૉટથી વધુ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપિત કરવામાં સફળતા મેળવી હોવાનું પણ શ્રી બેરાએ ઉમેર્યું હતું.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More