પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ સાથેની વાતચિત દરમિયાન દ્વિપક્ષી સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ સાથેની વાતચિત દરમિયાન દ્વિપક્ષી સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે બંને દેશો વચ્ચે ઊર્જા
, સંરક્ષણ,
વ્યૂહાત્મક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેના સતત પ્રયાસોની પણ નોંધ લીધી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
,
તેમના બાળકો અને અમેરિકના વરિષ્ઠ સભ્યો પણ હતા. શ્રી મોદીએ મુલાકાતીઓ માટે રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડી. સી. ની તેમની મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની ફળદાયી ચર્ચાઓને યાદ કરી હતી.
શ્રી મોદીએ ટ્રમ્પને શુભેચ્છાઓ આપીને કહ્યું હતું કે, તેઓ ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની ચાર દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા.

