અમદાવાદમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન. દેશના વિવિધ સ્થળો પર આ દિવસનું આયોજન કરાયું.
અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ સ્થળો પર આ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે..
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી વિજ્ઞાન ભવનથી ઉપસ્થિત રહ્યા હતા અને નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો.
આ સામૂહિક જાપથી વિશ્વને એકજુટ કરવાનો પરયાસ કરવામાં આવી રહ્યો છે.108 દેશના લોકો શાંતિ અને એકજુટતા માટે વૈશ્વિક જાપમાં સામેલ થયા છે.
પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, નવકાર મંત્રના જાપથી મન શાંત છે, મન સ્થિર છે, જે એક અદ્દભુત અનુભૂતિ છે..નવકાર મહામંત્રએ જન થી જગત સુધીની યાત્રા છે.

