Saurashtra Satya
ભારત

માર્ગ અકસ્માતોમાં 60% મોત 18-45 વયના : નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 18-45 વર્ષના લોકો માર્ગ અકસ્માતમાં મોટાં ભાગે મૃત્યુ પામે છે. તેમણે માર્ગ દુર્ઘટનાઓના નિવારણ માટે યોગ્ય મૂલ્યાંકન અને માર્ગ સલામતી શિક્ષણ પર ભાર મુક્યો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે.’ શ્રી ગડકરી આજે નવી દિલ્હીમાં માર્ગ સલામતી પર A.M.C.H.A.M.ના ટેક્નોલૉજી હસ્તક્ષેપઃ યુએસ-ઇન્ડિયા ભાગીદારી વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધી રહ્યા હતા.

શ્રી ગડકરીએ કહ્યું, માર્ગ દુર્ઘટનાના કારણે દેશના કુલ ઘરેલું ઉત્પાદન- GDPને ત્રણ ટકાનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે માર્ગ દુર્ઘટનાઓના સાચા કારણોનું યોગ્ય મૂલ્યાંકન કરવાની પણ જરૂરિયાત પર ભાર મુક્યો. શ્રી ગડકરીએ સરકારની ગુડ સૅમેરિટન્સ યોજનાનો ઉલ્લેખ કર્યો, જે અંતર્ગત દુર્ઘટના પીડિતોની મદદ કરનારા લોકોને 25 હજાર રૂપિયાનું ઈનામ અપાય છે. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓને નિયમોથી જાગૃત કરવા માટે શાળાના અભ્યાસક્રમોમાં પણ માર્ગ સલામતી શિક્ષણનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો.

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More